ગુજરાતી: Open Bible Stories

Updated ? hours ago # views See on DCS

7. ઈશ્વરે યાકૂબને આશીર્વાદ આપ્યા

Image

બાળકો જ્યારે મોટા થયા, ત્યારે યાકૂબ ઘરે રહેવાનું પસંદ કરતો, પરંતુ એસાવ શિકાર કરવાનું પસંદ કરતો. રીબકા યાકૂબને પ્રેમ કરતી પણ ઈસહાક એસાવને પ્રેમ કરતો.

Image

એક દિવસ, એસાવ શિકાર કરીને ઘરે પાછો આવ્યો, ત્યારે તે ઘણો ભૂખ્યો થયો. એસાવે યાકૂબને કહ્યું, “તે બનાવેલા ભોજનમાંથી થોડું ખાવાનું આપ.” યાકૂબે પ્રત્યુત્તર આપ્યો, “પહેલા તું મને તારા જ્યેષ્ઠપણાનો અધિકાર આપ.” માટે એસાવે યાકૂબને તેના જ્યેષ્ઠ પુત્રપણાનો હક આપી દીધો. ત્યારે યાકૂબે તેને થોડું ભોજન આપ્યું.

Image

ઈસહાક એસાવને તેના આશીર્વાદ આપવાનું ઈચ્છતો હતો. પરંતું તે તેવું કરે, તે પહેલા રીબકા અને યાકૂબે, ઈસહાક યાકૂબને, એસાવ જ માને તેવી રીતે છેતર્યો. ઈસહાક વૃધ્ધ હતો અને જોઈ શકતો નહતો. એટલે યાકૂબે એસાવના કપડા પહેરી લીધા અને તેના ગળા અને હાથ ઉપર બકરીનું ચામડું/થામળા પહેરાવ્યું.

Image

યાકૂબ ઈસહાક પાસે આવ્યો અને કહ્યું, “હું એસાવ છું.” હું તારી પાસે આવ્યો છું કે તું મને આશીર્વાદિત કરી શકે.” જ્યારે ઈસહાક બકરીના વાળને અડક્યો અને તેના કપડાની વાસ લીધી. “તેણે વિચાર્યું કે તે એસાવને આશીર્વાદ આપી રહ્યો છે.”

Image

એસાવ યાકૂબને નફરત કરવા લાગ્યો કારણ કે તેણે તેના જ્યેષ્ઠ પુત્રનો હક અને તેના આશીર્વાદ ચોરી લીધા હતા. માટે તેણે તેને, તેઓના પિતાના મૃત્યુ બાદ મારી નાખવાની યોજના બનાવી.

Image

પરંતુ રીબકાને એસાવની આ યોજના વિષે ખબર પડી ગઈ. એટલે તેણે અને ઈસહાકે યાકૂબને તેના સંબંધીઓ પાસે દૂર રહેવા માટે મોકલી દીધો.

Image

યાકૂબ રીબકાના સંબંધીઓ સાથે ઘણા વર્ષો સુધી રહ્યો. તે સમય દરમ્યાન તેના લગ્ન થયા અને બાર દિકરાઓ અને દીકરી થયા.ઈશ્વરે તેને ઘણો ધનવાન બનાવ્યો.

Image

તેના વતન કનાનમાંથી વીસ વર્ષો દૂર રહ્યા બાદ, યાકૂબ તેના પરિવાર, તેના ચાકરો અને પ્રાણીઓના ટોળા સાથે ત્યાં પાછો ગયો.

Image

યાકૂબ ઘણો ભયભીત હતો કારણ કે તે ધારતો હતો કે એસાવ હજુ પણ તેને મારી નાંખવા માંગે છે. એટલે તેણે એસાવ માટે ભેટના રૂપમાં પ્રાણીઓના ધણો મોકલ્યા. ચાકરો કે જેઓ આ પ્રાણીઓ એસાવ પાસે લાવ્યા હતા, તેમણે તેને કહ્યું કે, “તારો દાસ યાકૂબ તને આ પ્રાણીઓ આપી રહ્યો છે. તે જલ્દીથી આવી રહ્યો છે.”

Image

પરંતુ એસાવે તેને માફ કરી દીધો હતો, અને તેઓ એકબીજાને જોઈને આનંદ પામ્યા. ત્યારબાદ યાકૂબ કનાનમાં શાંતિથી રહ્યો. ત્યારે ઈસહાક મૃત્યુ પામ્યો અને યાકૂબ અને એસાવે તેને દાટ્યો. જે કરારના વચનો ઈશ્વરે ઈબ્રાહિમને આપ્યા હતા તે હવે ઈસહાક બાદ યાકૂબને આપવામાં આવ્યા.

બાઈબલની વાર્તા: ઉત્પતિ ૨૫ઃ૨૭-૩૩ઃ૨૦