ગુજરાતી: Open Bible Stories

Updated ? hours ago # views See on DCS

39. ઈસુ પર મુકદમો ચલાવવામાં આવે છે

Image

હવે અડધી રાત થઈ ગઈ હતી. સિપાઈઓ ઈસુને પ્રમુખ યાજકના ઘરે લઈ ગયા જેથી તેઓ તેને પ્રશ્નો પૂછી શકે છે. પિતર દૂરથી તેમનો પીછો કરી રહ્યો હતો. જ્યારે ઈસુને ઘરની અંદર લઈ જવામાં આવ્યો, પિતર બહાર બેસીને આગની રોશનીમાં તાપણું તાપી રહ્યો હતો.

Image

ઘરની અંદર યહૂદી યાજકો ઈસુ પર મુકદમો ચલાવી રહ્યા હતા. તેઓ ઘણાં જૂઠા સાક્ષીદારોને લઈને આવ્યા જેઓએ ઈસુ વિરુદ્ધ જૂઠી સાક્ષી આપી. તેમની સાક્ષી એક બીજાથી મળતી ન હતી, આથી યહૂદી યાજકો ઈસુને દોષિત સાબિત કરી શક્યા નહિ. ઈસુએ કશું કહ્યું નહિ.

Image

અંતે પ્રમુખ યાજકે ઈસુ તરફ જોઈને કહ્યું, “શું તું દેવનો દીકરો, ખ્રિસ્ત છે?”

Image

ઈસુએ કહ્યું, “હું છું. તમે મને દેવની જમણી બાજુએ બેઠેલો અને સ્વર્ગથી ઉતરી આવતા જોશો.” મુખ્ય યાજકે ક્રોધમાં પોતાના કપડાં ફાડી નાખ્યા અને બૂમો પાડીને ધાર્મિક યાજકોને કહ્યું, “હવે આપણને અન્ય સાક્ષીદારોની જરૂર નથી! તમે તેને કહેતા સાંભળ્યું છે કે આ દેવનો દીકરો છે. તમારો નિર્ણય શું છે?”

Image

બધા યહૂદી યાજકોએ મુખ્ય યાજકને ઉત્તર આપ્યો, “તે મરણ યોગ્ય છે.” ત્યારે તેઓએ ઈસુની આંખો પર પટ્ટી બાંધી, તેના પર થૂંક્યા, તેને માર્યો અને તેની મશ્કરી કરી.

Image

જ્યારે પિતર ઘરની બહાર બેઠો હતો, ત્યારે એક દાસીએ કહ્યું, “તું પણ ઈસુની સાથે હતો!” પિતરે તેને ના પાડી. ત્યાર પછી, બીજી દાસીએ પણ આજ વાત કરી, અને પિતરે ફરીથી ના પાડી. અંતમાં લોકોએ કહ્યું, “અમે જાણીએ છીએ કે તું ઈસુની સાથે હતો કેમ કે તું ગાલીલથી છે.”

Image

ત્યારે પિતર શાપ દેવા અને સમ ખાવા લાગ્યો કે, “હું એ માણસને ઓળખતો નથી.” તરત મરઘો બોલ્યો અને ઈસુએ ફરીને પિતરની સામે જોયું.

Image

પિતર ત્યાંથી દૂર ચાલ્યો ગયા અને બહુ રડ્યો. તે સમયે ઈસુ અપરાધી ઠરાવાયો એ તેને પકડાવનાર (દગાબાજ) યહૂદાએ જોયું. તેને પશ્ચાત્તાપ થયો અને જઈને આત્મહત્યા કરી દીધી.

Image

બીજા દિવસે સવારે, યહૂદી યાજકો ઈસુને રોમી રાજ્યપાલ પિલાતની પાસે લઈ ગયા. તેઓએ આશા કરી હતી કે પિલાત પણ ઈસુને દોષી ઠરાવશે અને મૃત્યુદંડની સજા આપશે. પિલાતે ઈસુને પૂછ્યું, “શું તું યહૂદીઓનો રાજા છે?”

Image

ઈસુએ ઉત્તર આપ્યો, “એવું તું કહે છે. મારું રાજ્ય આ જગતનું નથી. જો એવું હોત તો મારા સેવકો મારા માટે લડાઈ કરત. હું દેવ વિષે સત્ય કહેવા આવ્યો છું. જે સત્યનો છે તે દરેક મારી વાણી સાંભળે છે.” પિલાતે કહ્યું, “સત્ય શું છે?”

Image

ઈસુની સાથે વાત કર્યા પછી પિલાત ટોળા પાસે ગયો અને કહ્યું, “મને આ માણસમાં કોઈ પણ દોષ માલૂમ પડતો નથી.” પરંતુ યહૂદી યાજકો અને ટોળાએ બૂમો પાડીને કહ્યું, “તેને વધસ્તંભે જડો!” પિલાતે ઉત્તર આપ્યો, “એ દોષી નથી.” પણ તેઓ પાછા જોરથી બૂમો પાડવા લાગ્યા. ત્યારે પિલાતે ત્રીજી વાર કહ્યું, “આ દોષી નથી.”

Image

પિલાત ડરી ગયો કે ટોળુ દંગો કરી શકે છે તેથી તે પોતાના સિપાઈઓ દ્વારા ઈસુને વધસ્તંભે જડવાને સહેમત થઈ ગયો. રોમન સૈનિકોએ ઈસુને કોરડા માર્યા. અને શાહી ઝભ્ભો અને કાંટાનો મુગટ પહેરાવ્યો. ત્યારે તેઓએ તેની મશકરી કરી કે, “”જુઓ, યહૂદીઓનો રાજા!

બાઇબલની વાર્તાઃ માથ્થી ૨૬ઃ૫૭-૨૭ઃ૨૬; માર્ક ૧૪ઃ૫૩-૧૫ઃ૧૫; લૂક ૨૨ઃ૫૪-૨૩ઃ૨૫; યોહાન ૧૮ઃ૧૨-૧૯ઃ૧૭