ગુજરાતી: Open Bible Stories

Updated ? hours ago # views See on DCS

11. પાસ્ખા

Image

ઈશ્વરે ફારૂનને ચેતવ્યો કે જો તે ઈસ્ત્રાએલીઓને જવા નહીં દે તો તે લોકો અને પશુઓમાંથી દરેક પ્રથમજનિતને મારી નાંખશે. જ્યારે ફારૂને તે સાંભળ્યું ત્યારે તેણે તે માનવાનું અને ઈશ્વરને આજ્ઞાધિન રહેવાનું નકાર્યું.

Image

ઈશ્વરે દરેક જણ જે તેના પર વિશ્વાસ કરે તેના માટે એક માર્ગ રજુ કર્યો કે જેના દ્વારા તેના પ્રથમજનિતને બચાવી શકાય. દરેક પરિવારે એક સંપૂર્ણ બલિદાન (ઘેટું) લેવું અને તેનું બલિ અર્પણ કરવું.

Image

ઈશ્વરે ઈસ્ત્રાએલીઓને કહ્યું કે હલવાનના રક્તમાંથી થોડુંક તેમના દરવાજાઓની બારશાખો પર લગાડો અને માંસને ભૂંજીને ખમીર વગરની રોટલી સાથે ઉતાવળે ખાઈ લો. જ્યારે તેઓ જમતા હતા ત્યારે તેઓને તેમણે મિસર છોડવા માટે તૈયાર રહેવા જણાવ્યું.

Image

ઈશ્વરે ઈસ્ત્રાએલીઓને જેવું કરવા માટે કહ્યું હતું તેવું જ તેઓએ કર્યું. મધ્ય રાત્રીએ, ઈશ્વર સંપુર્ણ મિસરમાં પ્રથમજનિતને મારવા માટે નીકળ્યા.

Image

બધા જ ઈસ્ત્રાએલીઓના બારણા આગળ રક્ત લગાડેલું હતું, એટલે ઈશ્વરે તે દરેક ઘર ઉપરથી પસાર થઈ જતા રહ્યાં. તેમાંનો દરેક જણ સુરક્ષિત હતો. હલવાનના રક્તના કારણે તેઓને છોડી દેવામાં આવ્યા.

Image

પરંતુ મિસરીઓએ ઈશ્વરનું માન્યું નહીં અને તેમની આજ્ઞા માની નહીં. માટે ઈશ્વરે તેમના ઘર ઉપરથી પસાર ન થયા. ઈશ્વરે મિસરીઓના દરેક પ્રથમજનિતને મારી નાંખ્યો.

Image

મિસરના દરેક નર બાળક, કેદખાનાના બંદીથી લઈને ફારૂનના પ્રથમજનિત સુધીના દરેકનું પ્રથમજનિત મૃત્યુ પામ્યો. મિસરમાં લોકો તેમના ઊંડા દુ:ખોના લીધે કલ્પાંત કરવા લાગ્યા અને વિલાપ કરવા લાગ્યા.

Image

એ જ રાત્રીએ, ફારૂને મુસા અને હારૂનને બોલાવીને કહ્યું, “ઈસ્ત્રાએલીઓને લઈને હમણાં જ મિસર છોડી દે !’’ મિસરીઓએ પણ ઈસ્ત્રાએલી લોકોને તુરંત જતા રહેવા જણાવ્યું.

બાઈબલની વાર્તા: નિર્ગમન ૧૧ઃ૧-૧૨ઃ૩૨