ગુજરાતી: Open Bible Stories

Updated ? hours ago # views See on DCS

20. બંદીવાસ અને પાછા ફરવું

Image

ઈસ્ત્રાએલનું રાજ્ય અને યહુદાના રાજ્ય એ બંનેએ ઈશ્વર વિરૂધ્ધ પાપ કર્યું. ઈશ્વરે જે કરાર સિનાઈ ઉપર કર્યો હતો તે તેઓએ તોડી નાખ્યો. ઈશ્વરે તેમના પ્રબોધકોને તેઓ પસ્તાવો કરે તે માટે અને તેમને ફરીથી ભજવાનું શરું કરે તે માટે મોકલ્યા, પરંતુ લોકોએ તેમને આજ્ઞાધિન રહેવાનું નકારી નાખ્યું.

Image

એટલે ઈશ્વરે બંને રાજ્યોને તેમના શત્રુઓ દ્વારા નાશ થવાને અનુમતી આપી. આસ્સુરનું સામ્રાજ્ય, જે શક્તિશાળી હતુ અને ઘાતકી રાષ્ટ્ર હતુ, તેણે ઈસ્ત્રાએલના રાજ્યનો વિનાશ કર્યો. આસ્સુરના સૈન્યએ ઈસ્ત્રાએલ રાજ્યના ઘણા લોકોને મારી નાખ્યા. બધી જ માલ મિલકત તેઓ લઈ ગયા અને તે દેશને બાળી મુક્યો.

Image

આસ્સુરના લોકોએ બધા જ આગેવાનો, ધનવાન લોકો અને જે લોકો કુશળ કારીગરો હતા તે બધાને તેઓ આસ્સુર લઈ ગયા. ફક્ત ગરીબ ઈસ્ત્રાએલીઓ જેઓને મારી નાંખવામાં આવ્યા નહોતા તેઓ જ ઈસ્ત્રાએલના રાજ્યમાં રહી ગયા.

Image

ત્યારબાદ આસ્સુરીઓ ઈસ્ત્રાએલ રાજ્ય જ્યાં હતું ત્યાં વસવાટ કરવા માટે વિદેશીઓને લાવ્યા. વિદેશીઓએ નાશ કરવામાં આવેલા શહેરને ફરીથી બાંધ્યું અને ઈસ્ત્રાએલીઓ સાથે પરણ્યા જેઓ ત્યાં રહી ગયા હતા. ઈસ્ત્રાએલના જે વંશજો વિદેશીઓને પરણ્યા હતા તેઓ સમરૂનીઓ કહેવાયા.

Image

યહુદા રાજ્યના લોકોએ જોયું કે ઈશ્વરે તેની આરાધના અને આજ્ઞાપાલન ન કરતા ઈસ્ત્રાએલ રાજ્યના લોકોને કેવી શિક્ષા કરી છે. પરંતુ છતાંપણ તેઓએ મૂર્તિપૂજા કરવાનું અને કનાનીઓના દેવોની ઉપાસના કરવાનું ચાલુ રાખ્યુ. ઈશ્વરે તેમને ચેતવવા માટે પ્રબોધકો મોકલ્યા પરંતુ તેઓએ તેમનું સાંભળવું નકારી નાખ્યું.

Image

આસ્સુરે ઈસ્ત્રાએલના રાજ્યનો નાશ કર્યો તેના 100 વર્ષો બાદ, ઈશ્વરે નબૂખાદનેસ્સાર જે બાબિલનો રાજા હતો, તેને યહુદાના રાજ્ય ઉપર આક્રમણ કરવા મોકલ્યો. બાબિલ શક્તિશાળી સામ્રાજ્ય હતું. યહુદાના રાજાએ નબુખાદનેસ્સાર રાજાના ગુલામ બનવાનું કબુલ્યુ અને તેને દર વર્ષે ઘણા બધા રૂપિયા આપવાનુ નક્કી કર્યું.

Image

પરંતુ કેટલાક વર્ષો બાદ, યહુદાના રાજાએ નબુખાદનેસ્સાર વિરૂધ્ધ બળવો કર્યો. એટલી બાબિલીઓ પાછા આવીને યહુદાના રાજ્ય ઉપર હુમલો કર્યો. તેઓએ યરૂશાલેમનું શહેર કબજે કરી લીધુ, મંદિરનો નાશ કર્યો અને શહેર અને મંદિરનો સર્વ ખજાનો લૂંટી લીધો.

Image

યહુદાના રાજાને તેના બળવા માટે શિક્ષા આપવા માટે નબુખાદનેસ્સાર રાજાના સૈનિકોએ રાજાના પુત્રને તેની સામે જ મારી નાંખ્યો અને ત્યારબાદ તેને આંધળો બનાવી દીધો. ત્યારબાદ, તેઓ રાજાને બાબિલના બંદિવાસમાં મરવા માટે લઈ ગયા.

Image

નબુખાદનેસ્સાર અને તેનું સૈન્ય યહુદાના રાજ્યના બધા લોકોને બાબિલ લઈ ગયા, જેઓ કંગાલ હતા તેઓને જ વાડીઓ અને ખેતરોમાં ખેતી કરવા માટે રહેવા દીધા. આ એ સમય હતો કે જેમાં ઈશ્વરના લોકોને વચનનો દેશ છોડીને બંદિવાસમાં જવા માટે ફરજ પાડવામાં આવી.

Image

જો કે ઈશ્વર તેના લોકોને તેમના પાપોને કારણે શિક્ષા કરી કે તેઓને બંદિવાસમાં મોકલવામાં આવે, પરંતુ ઈશ્વર તેઓને અથવા તેમના પોતાના વચનને ભૂલ્યા નહીં. ઈશ્વરે તેમની ઉપર દેખરેખ રાખવાનું તથા પોતાના પ્રબોધકો મારફતે તેમની સાથે બોલવાનું ચાલુ રાખ્યું. તેણે વચન આપ્યું કે સિત્તેર વર્ષો બાદ, તેઓ વચનના દેશમાં ફરીથી ફરશે.

Image

સિત્તેર વર્ષો બાદ, કોરેશ, જે પર્શિયાનો રાજા હતો, તેણે બાબિલને હરાવ્યું અને પર્શિયાના રાજ્યએ બાબિલના રાજ્યનું સ્થાન લીધુ. ઈસ્ત્રાએલીઓ હવે યહુદીઓ કહેવાણાં અને તેમાના ઘણા લોકોએ પોતાનુ આખું જીવન બાબિલમાં ગાળી નાખ્યું. તેમાના ઘણા ઓછા એવા વૃધ્ધોને યહુદા દેશ યાદ હતો.

Image

પર્શિયન સામ્રાજ્ય શક્તિશાળી રાજ્ય હતું પરંતુ તેઓ જીતેલી પ્રજા પ્રત્યે દયાળુ હતા. કોરેશ પર્શિયાનો રાજા બન્યો તેના તરત બાદ તેણે આદેશ આપ્યો કે જે યહુદીઓ યહુદા પાછા જવા માંગતા હોય તેઓ પર્શિયા છોડીને યહુદા જઈ શકે છે. તેણે મંદિરનુ પુન:બાંધકામ કરવા માટે નાણાં પણ આપ્યા ! એટલે, બંદિવાસના સિત્તેર વર્ષો બાદ, યહુદીઓનું એક નાનું જૂથ યહુદા શહેર યરૂશાલેમમાં પાછું ફર્યું.

Image

જ્યારે લોકો યરૂશાલેમમાં પાછા ફર્યા, ત્યારે તેઓએ મંદિર અને શહેર ફરતે કોટ બાંધ્યો. તેઓ હજુપણ બીજાઓના અમલ નીચે હતા તો પણ, ફરીથી તેઓ વચનના દેશમાં રહેવા લાગ્યા અને મંદિરમાં ઉપાસના કરવા લાગ્યા.

બાઈબલમાંની એક વાર્તા : 2 રાજા 17; 24-25; 2 ઇતિહાસ 36; એઝ્રા 1-10; નહેમિયાહ 1-13