ગુજરાતી: Open Bible Stories

Updated ? hours ago # views See on DCS

49. ઈસુનો નવો કરાર

Image

એક દૂતે મરિયમ નામની કુવારીને કહ્યું કે તું દેવના પુત્રને જન્મ આપશે. છેલ્લે તે કુવારીએ એક પુત્રને જન્મ આપ્યો અને તેનું નામ ઈસુ રાખ્યું. એ માટે ઈસુ માણસ અને દેવ બન્ને છે.

Image

ઈસુએ ઘણા બધા ચમત્કારો કર્યા. તેનાથી સાબિત થાય છે કે તે દેવ છે. તે પાણી પર ચાલ્યો, તોફાનને શાંત કર્યા, ઘણા બિમારોને સાજા કર્યા, દુષ્ટઆત્માઓને કાઢ્યા, મૂએલાઓને જીવીત કર્યા, અને પાંચ રોટલી અને બે નાની માછલીઓને એટલા ભોજનમાં બદલી દીધું કે ૫,૦૦૦થી પણ વધુ લોકો માટે તે પૂરું થયું.

Image

ઈસુ એક મહાન શિક્ષક પણ હતો. અને તે અધિકાર સાથે બોલતો હતો, કેમકે તે દેવનો પુત્ર હતો. તેણે શિખવ્યું કે તમે બીજા લોકોને એવી રીતે પ્રેમ કરો જેવી રીતે કે જાણે પોતે સ્વયંને કરો છે.

Image

તેણે આપણને શીખવ્યું કે તમને પોતાની કંઈ પણ વસ્તુ, સંપત્તિથી વધારે દેવ પર પ્રેમ રાખવો જોઈએ.

Image

ઈસુએ કહ્યું કે દેવનું રાજ્ય આ સંસારની બધી વસ્તુઓથી પણ વધારે મુલ્યવાન છે. કોઈપણ વ્યક્તિ માટે સૌથી મહત્ત્વપૂર્ણ વાત દેવના રાજ્ય સાથે સંબંધ રાખવો એ છે. દેવના રાજ્યમાં પ્રવેશ કરવા માટે પોતાને પોતાના પાપોથી છુટકારો કરી ઉદ્ધાર પામેલા હોવું જોઈએ.

Image

ઈસુએ કહ્યું કે કેટલાંક લોકો તેને ગ્રહણ કરશે અને ઉદ્ધાર પામશે, પરંતુ કેટલાક લોકો એવું ન કરશે. તેણે કહ્યું કે કેટલાંક લોકો સારી માટી જેવા હોય છે. તેઓ ઈસુની સુવાર્તા ગ્રહણ કરે છે અને ઉદ્ધાર પામે છે. અને કેટલાક લોકો માર્ગની કઠણ માટી જેવા હોય છે, જ્યાં દેવના વચનનાં બીજ પ્રવેશ કરતા નથી, અને કેટલાક પાક પણ ઉત્પન્ન કરી શકતા નથી. એવા લોકો ઈસુના સંદેશનો તિરસ્કાર કરે છે અને દેવના રાજ્યમાં પ્રવેશ નથી કરી શકતા.

Image

ઈસુએ શિખવ્યું કે દેવ પાપીઓને ખુબ જ પ્રેમ કરે છે. તે તેઓને માફ કરવા ઇચ્છે છે અને પોતાનાં સંતાન બનાવવા ઇચ્છે છે.

Image

ઈસુએ આપણને એ પણ શિખવ્યું છે કે દેવ પાપથી નફરત કરે છે. જ્યારે આદમ અને હવાએ પાપ કર્યું ત્યારે તે પાપે તેમના બધા સંતાનોને પ્રભાવિત કર્યા. તેનું પરિણામ આ હતું કે, સંસારના દરેક મનુષ્ય (વગર શિખવ્યે) પાપ કરે છે અને દેવથી દૂર જાય છે. એ માટે જગતનો દરેક વ્યક્તિ દેવનો શત્રુ બની બેઠો છે. પરંતુ દેવે જગત પર દરેક મુષ્ય પર આટલો બધો પ્રેમ કર્યો છે કે તેમણે પોતાનો એકનો એક પુત્ર આપી દીધો, જેથી જે કોઈ તેના પર વિશ્વાસ કરે છે તેને તેના પાપનો દંડ નહિ મળશે, પણ તે (આપોઆપ પાપથી છુટકાર મેળવી) હંમેશા દેવ સાથે રહેશે. પોતાના પાપને કારણે, તમે અપરાધી છો અને મૃત્યુ પામવાને યોગ્ય છો.

Image

દેવે તમારી ઉપર ગુસ્સે થવું જોઈએ પરંતુ તેમણે પોતાનો ગુસ્સો તમારા બદલે ઈસુ પર કાઢ્યો. જ્યારે ઈસુ વધસ્તંભ પર મર્યો, ત્યારે તેણે આપણી સજા ભોગવી.

Image

ઈસુએ ક્યારેય કોઈ પાપ કર્યું ન હતું, પરંતુ તેણે સજા ઉઠાવી અને મરી જવા માટે પસંદ કર્યુ. તે સિદ્ધ બલિદાનના રૂપમાં આપણા તથા સંસારના દરેક માટે પોતાના જાતને અર્પણ કરી દીધી.

Image

ઈસુએ સ્વંયનું બલિદાન આપ્યુ એટલે દેવ કોઈના પણ પાપને ક્ષમા કરી શકે છે. એટલે સુધી કે ભયાનકથી ભયાનક પાપોને પણ. કોઈપણ સારા કાર્યો તમને બચાવી ન શકે.

Image

જગતમાં એવું કોઈપણ કાર્ય નથી જે તમને દેવ સાથે સંબંધ સ્થાપિત કરવા યોગ્ય ઠરાવી શકે. ફક્ત ઈસુનો (દેવ તરીકે સ્વિકાર જ) તમારા અપરાધો ને ક્ષમા કરી શકશે. તમારે વિશ્વાસ કરવો જોઈએ કે ઈસુ દેવનો પુત્ર છે, જે તમારી જગ્યાએ વધસ્તંભ પર બલિદાન થયો અને તે પછી દેવે તેને પાછો મૂએલામાંથી જીવીત કર્યો.

Image

જે કોઈ ઈસુ પર વિશ્વાસ કરશે અને તેને એકમાત્ર પ્રભુના રૂપમાં તેને સ્વીકારશે તેને ઉદ્ધાર મળશે. પરંતુ જે કોઈ વિશ્વાસ નથી કરતું એવા કોઈ વ્યક્તિને તે બચાવશે નહિ. આ વાતથી ફર્ક નથી પડતો કે અમીર કે ગરીબ, પુરુષ કે સ્ત્રી, ઘરડાં કે જુવાન, કે પછી ક્યા દેશના રહેવાવાળા છો. દેવ તમને પ્રેમ કરે છે. અને તમે ઈસુ પર વિશ્વાસ કરો જેથી તે તમારી સાથે એક નીકટ અંગત સંબંધ સ્થાપિત કરી શકે.

Image

ઈસુ તમને તેના પર વિશ્વાસ કરવા અને બાપ્તિસ્મા લેવા માટે આમંત્રિત કરે છે. શું તમે આ વિશ્વાસ કરો છો કે ઈસુ જ ખ્રિસ્ત છે અને દેવનો એકનો એક પુત્ર છે. શું તમે વિશ્વાસ કરો છો કે તમે પાપી છો અને દેવની સજાને પાત્ર છો. શું હવે તમે વિશ્વાસ કરો છો કે ઈસુ તમારા પાપો લઈ જવા માટે ક્રૂસ પર બલિદાન થયો?

Image

જો તમે ઈસુ પર અને જે કંઈ આપણા માટે કર્યું તેના પર વિશ્વાસ કરો છો તો તમે એક ખ્રિસ્તી છો. દેવે તમને શેતાનના રાજ્યના અંધકારથી બહાર કાઢ્યા, અને તમને દેવના પવિત્ર જ્યોતિર્મય રાજ્યમાં રાખ્યા છે. દેવે તમારા જુનાં કામ કરવાની રીતને હટાવી દીધી અને તમને નવું કામ કરવા તદ્દન નવી અને ધાર્મિક રીત પ્રદાન કરી છે.

Image

જો તમે એક ખ્રિસ્તી છો તો જે કંઈ ઈસુએ કર્યું તેને કારણે દેવે તમારા પાપ માફ કરી દીધા છે. હવે દેવ તમને શત્રુ નહિ પણ અંગત ગાઢ મિત્ર માને છે.

Image

જો તમે દેવના મિત્ર છો અને સ્વામી ઈસુના સેવક છો તો ઈસુ જે શિખવશે તમારે તેનું પાલન કરવું પડશે. જો તમે ખ્રિસ્તી છો, તો હજુ પણ પાપની લલચામણી પરીક્ષામાં પડશો. પરંતુ દેવ વિશ્વાસયોગ્ય છે અને તે કહે છે કે જો તમે તમારા પાપને માની લો (અંગિકાર કરી લો) તો તેઓ તમને માફ કરશે. તે પાપના વિરુદ્ધ યુદ્ધ કરવા સારુ તમને સામર્થ્ય આપશે.

Image

દેવ આપણને કહે છે કે પ્રાર્થના કરો, તેનું વચન વાંચો, અન્ય ખ્રિસ્તી લોકોની સાથે તેની આરાધના કરો અને જે આપણા માટે તેમણે કર્યું છે તે બીજાને બતાવીએ. આ બધી વાતો દેવની સાથે એક ગાઢ સંબંધ રાખવા તમારી મદદ કરે છે.

બાઇબલની એકવાર્તાઃ રોમીયો ૩ઃ૨૧-૨૬, ૫ઃ૧-૧૧; યોહાન ૩ઃ૧૬, માર્ક ૧૬ઃ૧૬; કલોસ્સીઓ ૧ઃ૧૩-૧૪; ૨ કરિંથીઓ ૫ઃ૧૭-૨૧; ૧ યોહાન ૧ઃ૫-૧